સુરતમાં પહેલાં માફી પછી જીવલેણ હુમલો
બર્થ ડે ઉજવણી વખતે થયેલા ઝઘડાની અદાવત હુમલો કરાયો
અઠવા પોલીસે ત્રણની ધરપકડ, એક આરોપી વોન્ટેડ જાહેર કરી
સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ આતંક મચાવે છે ત્યારે ગોપીપુરા તીન બત્તી પાસે જુના ઝઘડાની અદાવતમાં યુવાન પર કરાયેલા જીવલેણ હુમલામાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરી તેઓ પર જીવલેણ હુમલાઓ કરતા પણ અચકાતા નથી ત્યારે અઠવા પોલીસ મથકની હદમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. વાત એમ છે કે અઠવા પોલીસ મથકની હદમાં રહેતો ઈદરીશ ઈબ્રાહિમ શેખ પર અગાઉ જન્મદિવસની ઉજવણી વખતે થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપી હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ, માયા, રાજા મહેમુદ અને અફજલ અમઝા શેક સહિતનાઓએ ગોપીપુરા તીન બત્તી પાસે જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ઈદરીશ ને હોસ્પિટલે ખસેડાયો હતો તો અઠવા પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને અઠવા પોલીસે ઈદરીશ શેખ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓ જેમાં અફજલ અમઝા શે, રાજા મહેમુદ અને માયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. જ્યારે ભાગી છુટેલા હુસેન ઉર્ફે કલ્લુને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.