સુરત ખટોદરા પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
13 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી
ઉત્તર પ્રદેશના નરેન્દ્રસીંગ રાજપુતને ઝડપી પાડ્યો
સુરત ખટોદરા પોલીસ મથકમાં 13 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકમાં 13 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા મુળ ઉત્તર પ્રદેશના નરેન્દ્રસીંગ રાજપુતને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
