ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખાયો.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ સીએમને લખ્યો પત્ર.
ભાજપ નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ હોવાના કર્યા આક્ષેપ.
રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવામાં આવે તેવી માગ કરાઇ.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે. ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ સીએમભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે
ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે જેમાં જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના 58 જેટલા ગામોમાં રૂપિયા 7.30 કરોડનું કૌભાંડ આચરાયું હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે આ મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાનું નિવેદન સામે આવ્યું છે. સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક મોટા નેતાઓની સંડોવણીને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. હાલમાં તપાસમાં ભ્રમ અને ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવે અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ કરવામાં આવે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ.આઈ. ઘારિયાની નિમણૂક કરવામાં આવે, જે તટસ્થ અને બાહોશ એડવોકેટ છે સહિતની માંગ કરવામાં આવી છે. સંદીપ માંગરોળાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
દાહોદમાં થયેલા સમાન કૌભાંડમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના પુત્રનું નામ સામે આવ્યા પછી પણ તંત્ર નિષ્ક્રિય રહ્યો છે. અત્યારના ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ કોઈ અધિકારી કે નેતાને આરોપી બનાવાયા નથી. સંદીપ માંગરોલાએ રાજ્યપાલને પત્ર લખી પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે આ કોભાંડ નેતાઓની નજર સામે થયું છે, ત્યારે તેમને બચાવવાનો પ્રયાસ શા માટે ?…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી