સુરતમાં 27 મી જુન અષાઢી બિજના જગન્નાથજીની રથયાત્રા
સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાએથી રથયાત્રાનુ આયોજન
મહિધરપુરામાં ગોડીયા બાવા મંદિરેથી નીકળી રથયાત્રા
સુરતમાં શુક્રવાર 27 મી જુન આજે અષાઢી બિજના રોજ સુરતમાંથી અલગ અલગ સાત જગ્યાએથી રથયાત્રાનુ આયોજન કરાયુ છે જેમાં સવારે મહિધરપુરામાં ગોડીયા બાવા મંદિરેથી નિકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતાં.
સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. સુરતના અલગ અલગ સાત જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. તો સુરતના મહિધરપુરા ખાતે આવેલ ગોડીયા બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નિકળી હતી. મહિધરપુરામાં આવેલ ઘોડિયા બાવા મંદિરેથી છેલ્લા 51 વર્ષથી રથયાત્રાનુ આયોજન કરવામાં આવે છે. ત્યારે અષાઢી બીજના દિવસે સવારે ગોઢીયા બાવા મંદિરેથી રથયાત્રાનુ આયોજન કરાયુ છે. જે રથ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. અને ભગવાનના દર્શન કર્યા હતાં.