જામનગરમાં બેફામ વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી
બુલેટ ચાલકને ભરબજારે ભડાકા કરવા ભારે પડ્યા
નાનકપુરી રોડ પર બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ થયો હતો
જામનગરના રણજીતસાગર રોડ પર બુલેટ બાઇકમાં ગેરકાયદેસર ફાયર સાયલેન્સર લગાવી ફટાકડા જેવા મોટા અવાજ (ભડાકા) કરી જોખમી રીતે સ્ટંટ કરતા 22 વર્ષીય કોલેજિયન અંશ ચૌહાણનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે સિટી-એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને યુવકને ઝડપી લીધો છે અને તેનું બુલેટ કબજે કર્યું છે
જામનગરમાં યુવકને બુલેટના ભડાકા કરવા ભાઈને ભારે પડી ગયા છે, “રણજીતસાગર રોડનો કિસ્સો” અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૨ વર્ષનો કોલેજિયન અંશ ચૌહાણ પોતાના બુલેટમાં ગેરકાયદે સાયલેન્સર લગાવીને જાહેર રસ્તા પર ભડાકા કરતો હતો. એટલું જ નહીં, ટ્રાફિક વચ્ચે જોખમી સ્ટંટ પણ કરતો હતો. વીડિયો વાયરલ થતાં જ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં આ ‘બુલેટ રાજા’ને શોધી કાઢ્યો, યુવકનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે અને તેનું બુલેટ પણ જપ્ત કરી લીધું!
સોશિયલ મીડિયા પર ફેમસ થવા કે વટ પાડવા માટે આવા સ્ટંટ ન કરો. કાયદો બધા માટે સરખો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
