સુરતમાં લિફ્ટમાં ફસાયેલી યુવતીઓનું રેસ્ક્યૂ
ડીંડોલીમાં આવેલી સ્વસ્તિક રેસીડેન્સીમાં રહિશો ભરેલી લિફ્ટ ખોટકાઈ
ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા
સુરતમાં ફરી લિફ્ટમાં લોકો ફસાયાની ઘટના બની હતી. આ વખતે ડિંડોલી વિસ્તારમાં સ્વસ્તિક રેસીડેન્સીના પાંચમા માળે લિફ્ટ ખોટકાય જતા સાત યુવતિઓ ફસાઈ ગઈ હતી જેઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી.
સુરતમાં અગાઉ પિપલોદ ખાતે લિફ્ટમાં લોકો ફસાઈ ગયા હોવાની ઘટના બાદ હવે ડિંડોલીમાં એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતિઓ ફસાઈ ગઈ હતી. ડિંડોલી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સીના પાંચમા માળે સાત જેટલી યુવતિએ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. ટેકનિકલ ખામીને કારણે અચાનક જ લિફ્ટ બંધ થઈ જતા યુવતિઓએ બુમાબુમ કરી મુકી હતી. તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમે તાત્કાલિક સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કરી તમામ યુવતિઓને સહીસલામત બહાર કાઢી હતી.