સુરતમાં જ્વેલર્સ લૂંટવા ‘રિવોલ્વર’ લઈને ઘુસ્યો યુવક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જ્વેલર્સ લૂંટવા ‘રિવોલ્વર’ લઈને ઘુસ્યો યુવક
લૂંટ કરવા આવેલા યુવકને જોઈ સ્ટાફ ગભરાયો
સ્ટાફે હિંમતપૂર્વક સામનો કરીને દબોચી લીધાનો

 

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો હતો. લૂંટના ઇરાદે આવેલા યુવકને જોઈએ જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો. જેનો દુકાનમાં રહેલા સ્ટાફે વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી. યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં દિનદહાડે લુંટનો પ્રયાસ થયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાત એમ છે કે સુરતના કતારગામ વિસ્તારમાં નરેન્દ્રસિંહ રાજપુતનો એન.બી. જ્વેલર્સ આવેલું છે. એન.બી. જ્વેલર્સમાં આજે બપોર બાદ એક યુવક રિવોલ્વર લઈને શોરૂમમાં ઘૂસી ગયો હતો. યુવકના હાથમાં રિવોલ્વર જોઈને મહિલા સ્ટાફમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિક નરેન્દ્રસિંહે હિંમત કરીને રિવોલ્વર લઈને આવેલા યુવકનો હિંમતભેર સામનો કર્યો હતો. જેની સ્ટાફે પણ મદદ કરી હતી. જેથી રિવોલ્વર લઈને આવેલા યુવકને પકડી પાડવામાં સફળતા મળી હતી. યુવકને પકડીને તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને આ અંગે કતારગામ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવક પાસે રહેલી રિવોલ્વરની તપાસ કરતા એ લાઇટર હોય તેવું સામે આવ્યું હતું. જ્યારે યુવક 19 વર્ષિય વિક્રમ દાનાભાઈ કાંગડ હોવાનું જણાવ્યું હતું. હાલ કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો. જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો. હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી. સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે. જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી બે દિવસ પહેલા તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો. જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને તેના રૂપિયા ન આપવા પડે તે માટે તેણે આ કારસ્તાન કર્યું હોવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *