સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલએ ફરી કર્યું નામ રોશન

Featured Video Play Icon
Spread the love

 

સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલએ ફરી કર્યું નામ રોશન
શાળાના 350 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં સફળતા મેળવી
ધોરણ 12 સાયન્સના પરિણામમાં 07 વિદ્યાર્થીઓએ ગ્રેડ A1 મેળવ્યા

સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડનાં વિદ્યાર્થીઓની ફેબુઆરી/માર્ચ-૨૦૨૫ બોર્ડ પરિક્ષા અને ગુજકેટ-2025 પરિક્ષામાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં એ 1 માં 16 વિદ્યાર્થી સાથે 100% પરિણામ તેમજ ગુજકેટ માં ૧૧૧.૨૫ માર્ક સાથે સફળતાના ડંકાની લહેરથી સુરત જીલ્લામાં અભૂતપૂર્વ સફળતા મળી છે.

સુરત ખાતે જહાંગીરાબાદ અડાજણ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તારીખ 05/05/2024 ને સોમવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલ ફેબ્રુઆરી/માર્ચ-2025ના બોર્ડ પરિણામમાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં 07 વિદ્યાર્થીઓએ A1 અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા અને 12 કોમર્સના પરિણામમાં 09 વિદ્યાર્થીઓએ A1 અને 37 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવી સમગ્ર સુરતમાં અને ગુજરાતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે જયારે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાનો વિદ્યાર્થી પટેલ જૈમીન જયંતિએ ૧૨૦ માર્કમાંથી ૧૧૧.૨૫ માર્ક મેળવ્યા હતા.

શાળાના 350 વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા મેળવી છે. શાળાના શિક્ષકોની ટીમના અથાગ પ્રયત્નો થકી ફેબ્રુઆરી/માર્ચ 2025માં સાયન્સ વિભાગમાં પટેલ મિત અલ્પેશભાઈ A1 ગ્રેડ અને 99.88 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ કોમર્સ વિભાગમાં ભાયાણી ધાર્મી પીયુશભાઇ A1 ગ્રેડ અને 99.30 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે શાળાના કુલ ૫૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા હતા જેમાં ૧૨ સાયન્સ માં ૧૯ વિદ્યાર્થી અને ૧૨ કોમર્સમાં ૩૭ વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યા હતા. આ ઉપરાંત ૧ વિદ્યાર્થીએ ૧૧૦ થી વધુ માર્ક ગુજકેટ પરિક્ષામાં મેળવ્યા હતા. આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશન માંગુકિયા દ્વારા શાળાના ડાઇરેક્ટર આશિષ વાઘાણી , ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય ડૉ. વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલીયાને “શાળાની અને શિક્ષકોની જ્વલંત સફળતા”માટે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ-૧૨ ના તમામ વિદ્યાર્થી, વાલીમિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *