ઝારખંડમાં થયેલા પેપર લીક મામલે સુરતમાં ઉગ્ર વિરોધ

Featured Video Play Icon
Spread the love

ઝારખંડમાં થયેલા પેપર લીક મામલે સુરતમાં ઉગ્ર વિરોધ
એબીવીપીના કાર્યકર્તાઓએ સુરતમાં ઉગ્ર વિરોધ કર્યો
નીટ પેપર લીક સહિતના મુદ્દે એબીવીપીનુ મૌન

ઝારખંડમાં થયેલા પેપર લીક મામલે એબીવીપીના કાર્યકર્તાઓએ સુરતમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે નીટ પેપર લીક સહિતના મુદ્દે એબીવીપીનુ મૌન જોવા મળ્યો હતો.

ઝારખંડ પેપર લીક મામલે એબીવીપી કાર્યકર્તાઓનો વિરોધ ઉગ્ર બન્યો છે. પરમિશન ન મળતા એબીવીપી કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા અને પોલીસની હાજરીમાં પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. એબીવીપીનો આરોપ છે કે જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લાખો રૂપિયામાં વેચીને લીક કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી તેમજ સીબીઆઈ અને ઈડીની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

પૂતળા દહન બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હોવાનો એબીવીપી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. માંગણીઓ નહીં સંતોષાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન અને જરૂર પડે તો ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *