સુરતમાં ડેંગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરનું મૌત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડેંગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરનું મૌત
કિશોરના મોતને લઈને તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો
અભિષેક સિંહનું ઈન્જેક્શન આપ્યા બાદ અચાનક મોત

સુરતમાં ડેંગ્યુની સારવાર દરમિયાન 14 વર્ષના કિશોરના મોતને લઈને તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. પાંડેસરાની સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અભિષેક સિંહનું ઈન્જેક્શન આપ્યા બાદ અચાનક મોત થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.

સુરતના તેરેનામ ચોકડી નજીક આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં 14 વર્ષના અભિષેક સિંહને બે દિવસથી તાવ હોવાથી સારવાર માટે લઈ જવાયો હતો. તપાસ બાદ તબીબે ડેંગ્યુ હોવાનું જણાવ્યું હતું. બે દિવસ સુધી હોસ્પિટલમાં બોટલ ચડાવી સારવાર આપવામાં આવી હતી. તબીબે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ પણ આપી હતી, જોકે પરિવાર બાળકને બોટલ ચડાવીને ઘરે લઈ ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે આશરે સાડા દસ વાગ્યે અભિષેકને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઈન્જેક્શન આપ્યાના આશરે અડધા કલાકમાં જ બાળક બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. મૃતકના પિતા બલરામ સિંહે હોસ્પિટલ પર ખોટી અથવા એક્સપાયરી દવા તેમજ હેવી ડોઝનું ઈન્જેક્શન આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. વોચમેન તરીકે કામ કરતા પિતાએ તબીબી બેદરકારી દાખવનાર તબીબ સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૃતક અભિષેકના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. ઈન્જેક્શન, દવાના પ્રકાર અને સારવાર દરમિયાન થયેલી સમગ્ર પ્રક્રિયા અંગે તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *