આ વર્ષે ચોમાસું ગુજરાતમાં વહેલું આવવાની શક્યતા
આંદામાન-નિકોબાર ટાપુ પર પહોંચ્યું અને 27 મે સુધીમાં કેરળ પહોંચશે
ગયા વર્ષે 11 જૂને વરસાદનું આગમન થયું હતું
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચ્યું છે. કેરળમાં પણ 27 મે સુધીમાં પ્રવેશવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે ત્યારે રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી, આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે
ચોમાસાની પરિસ્થિતિને લઈને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આંદામાન- નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે. પરિબળો સાનુકૂળ હોવાથી આ વખતે ચોમાસું વહેલું આવે તેની શક્યતા છે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે, જેના પગલે હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શકયતા છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમનની શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. 2024ની વાત કરીએ તો, 11 જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. જો કે, ગયા વર્ષે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયા બાદ ઘણા દિવસો સુધુ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટકી ગયું હતું અને ત્યારબાદ અન્ય ઝોનમાં આગળ વધ્યું હતું. ત્યારે રાજ્યમાં હજુ માવઠાનું સંકટ ટળ્યું નથી, આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે
હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસુ સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસુ સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી. ચોમાસા દરમિયાન પણ તે સક્રિય થવાની શક્યતા નથી. લા-નીનો થોડા સમય માટે એક્ટીવ થઇ હાલ ન્યુટ્રલ તરફ જઇ રહ્યું છે. જે ચોમાસા દરમિયાન પણ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. બીજી તરફ ઈન્ડિયન ઓશન ડીપોલ પણ ચોમાસા પહેલાં પોઝિટીવ થઇ જશે. આ તમામ પરિબળોથી ચોમાસું ખરાબ નહીં થાય.ચોમાસુ સામાન્ય કે તેથી સારૂ રહેવાની શક્યતા 70% છે. એટલે જ ચોમાસું સારૂ માનવામાં આવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી