કાચા નૂડલ્સ ખાતા 13 વર્ષના છોકરાનો ગયો જીવ!
જાણો કેમ ના ખાવા જોઈએ કાચા નૂડલ્સ ?
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે
કાચા નૂડલ્સ ખાતા 13 વર્ષના છોકરાનો ગયો જીવ! જાણો કેમ ના ખાવા જોઈએ?
જો તમે પણ કાચા નૂડલ્સ ખાઓ છો, તો સાવચેત રહો, કારણ કે આમ કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે,લોકો સ્નેક તરીકે ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવાનું પસંદ કરે છે અને ઘણીવાર તેને બનાવતી વખતે કાચા ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પકાવ્યા વગર કાચા નૂડલ્સ ખાવું જીવલેણ સાબિત થઈ શકે છે? ઇજિપ્તમાં, એક 13 વર્ષના છોકરાએ નાસ્તામાં કાચા નૂડલ્સના 3 પેકેટ ખાધા, નૂડલ્સ ખાધાના થોડા સમય પછી, તેને પેટમાં તીવ્ર દુખાવો અને ઉલટી થવા લાગી. પરિવારે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ તેનું મૃત્યુ થયું.ચાલો તમને જણાવીએ કે કાચા નૂડલ્સ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે.
જો તમે વધારે માત્રામાં કાચા નૂડલ્સ ખાઓ છો, તો તે તમારા પાચનતંત્રને અવરોધિત કરી શકે છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને WHO અનુસાર, તમે એક દિવસમાં માત્ર 2000 મિલિગ્રામ સોડિયમ લઈ શકો છો, આ એક દિવસની મર્યાદા છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સના એક પેકેટમાં 1829 મિલિગ્રામ સોડિયમ હોય છે, પરંતુ વધારાનું સોડિયમ અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે અને તે હૃદયને પણ અસર કરે છે.
કાચા નૂડલ્સ પચવામાં મુશ્કેલ હોય છે, જે ડાયાબિટીસ અને કેન્સરનું જોખમ પણ વધારે છે. તે શરીરમાંથી પાણી ખેંચીને ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.
એટલા માટે ડૉક્ટરો હંમેશા ઇન્સ્ટન્ટ નૂડલ્સ રાંધ્યા પછી જ ખાવાની ભલામણ કરે છે, કારણ કે તેને કાચા ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
