અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોનો ગાંજાનો જથ્થો
રેલ્વે એલસીબીની ટીમે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
ગાંજાનો જથ્થો મુકી જનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યો
પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખોનો ગાંજાનો જથ્થો સુરત રેલ્વે એલ.સી.બી. ની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ વધારી દેવાયુ છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પર આવેલી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી સુરત રેલ્વે પી.આઈ. ટી.વી. પટેલ તથા પીએસઆઈ આરજે જાડેજા અને એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પો.કો. સંજયભાઈ, નીલેશભાઈ સહિતનાઓએ તપાસ હાથ ધરી 25 લાખ 20 હજારથી વધુની કિંમતનો 50.410 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ગાંજાનો જથ્થો મુકી જનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
