બનાસકાંઠા દિયોદરમાં શિક્ષકની બદલી થતા ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી કરી.
નવી નિમણૂક સુઈગામ તાલુકાના ધનાણા ગામે કરવામાં આવી
દિયોદરમાં શિક્ષકની બદલી થતાં શાળાને કરાઈ તાળાબંધી કરાય છે, જે શિક્ષકની બદલી કરવામાં આવી છે, તેમની નવી નિમણૂક સુઈગામ તાલુકાના ધનાણા ગામે કરવામાં આવી છે. આ બદલીના નિર્ણયથી ગોલવી નવા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા ગોલવી નવા પ્રાથમિક શાળામાં એક અસામાન્ય ઘટના બની છે, જ્યાં એક લોકપ્રિય શિક્ષકની બદલી થતાં ગ્રામજનોએ શાળાને તાળું મારીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. શિક્ષકની અચાનક બદલીના સમાચાર મળતા જ ગામલોકોમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. ગ્રામજનોનું માનવું છે કે આ શિક્ષક બાળકોને ઉત્તમ શિક્ષણ આપી રહ્યા હતા અને તેમનો સહયોગ શાળાના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આ બદલીથી ગ્રામજનોએ પોતાના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડવાની ભીતિ વ્યક્ત કરી છે. પરિણામે, વિરોધ સ્વરૂપે શાળાનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. ગોલવી નવા પ્રાથમિક શાળાના ગ્રામજનોએ તેમના પ્રિય શિક્ષકની બદલી રદ કરાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે. ગ્રામજનોએ સાથે મળીને મક્કમ નિર્ણય લીધો છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને શિક્ષકની બદલી રોકવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન શરૂ કરવા માટે તૈયાર છે. આ તાળાબંધીનો વિવાદ હવે વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બન્યો છે
જે શિક્ષકની બદલી કરવામાં આવી છે, તેમની નવી નિમણૂક સુઈગામ તાલુકાના ધનાણા ગામે કરવામાં આવી છે. આ બદલીના નિર્ણયથી ગોલવી નવા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ શિક્ષકની બદલી રદ કરવામાં નહીં આવે અથવા તેમની જગ્યાએ સક્ષમ અને નિયમિત શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે, ત્યાં સુધી શાળાને મારેલું તાળું ખોલવામાં આવશે નહીં. ગામલોકોએ શિક્ષણ પ્રત્યે પોતાની જાગૃતિ દર્શાવીને શિક્ષકને જાળવી રાખવા માટે અવાજ ઉઠાવ્યો છે, જે શિક્ષણ વિભાગ માટે એક મોટો પડકાર બની ગયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
