ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી

Featured Video Play Icon
Spread the love

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી
CM ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવવા પર મૂક્યો ભાર.
સ્વદેશી અપનાવો, ભારતને આત્મનિર્ભર બનાવો.
સ્વદેશી અપનાવી ગુજરાત અને ભારતને વિકસિત બનાવો.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું.

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું, જ્યારે પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે જગદીશ વિશ્વકર્માને ભાજપનો ઝંડો સુપરત કર્યો હતો. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સરકાર અને સંગઠનના તાલમેલથી આગળ વધે છે, અને દરેકને સાથે લઈને ચાલવું એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવવા પર ભાર મુકતા સ્વદેશી અપનાવી ગુજરાત અને ભારતને વિકસિત બનાવવા અપીલ કરી છે

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેમના પ્રથમ સંબોધનમાં પોતે એક બૂથ કાર્યકર હોવાનો ઉલ્લેખ કરીને શિર્ષસ્થ પદ પર પહોંચવા બદલ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સાચી ઓળખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને આ જવાબદારી માત્ર તેમની એકલાની નહીં, પરંતુ ભાજપના સૌ કાર્યકરની છે. તેમણે કહ્યું કે તેમના માટે બૂથ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ બંને એક સમાન છે અને પાર્ટીની સાચી મૂડી એ પક્ષના કાર્યકરો છે. તેમણે કાર્યકરોને મહાન કવિ બોટાદકરની પંક્તિ “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન” યાદ કરાવી હતી. વિશ્વકર્માએ લાગણી સાથે કહ્યું કે, “હું અહીં છું તે આપ કાર્યકરોના કારણે છું. જો હું ગળામાંથી ખેસ કાઢીને બજારમાં નીકળું તો કોઈ મને બોલાવે નહીં.”

ગુજરાત પ્રદેશ ભાજપના 11 મા પ્રદેશ અધ્યક્ષ આજે જાહેર થયા છે. 3 ઓક્ટોબર, શુક્રવારે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા, જેમાં એકમાત્ર ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવી હતી. આમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા છે. આજે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી યોજાઈ છે. સાથે જ બિનહરીફ થયેલા જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના 11મા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરશે. આ તકે સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *