ગીરના સાવજો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે.
સાસણ ગીરના સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11ઓકટોબરે ગુજરાતમાં
જૂનાગઢના સાસણ ગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તારીખ 10 અને 11ઓકટોબરના રોજ મુલાકાત ગુજરાત મુલાકાતે છે ત્યારે તેઓ સાસણ ગીર અને સોમનાથની મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છ. જેને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે સિંહ દર્શન એક અઠવાડિયા વહેલા શરૂ થશે. જૂનાગઢના સાસણ ગીરમાં સિંહોનું વેકેશન એક અઠવાડિયું વહેલું પૂર્ણ થતા ગીરના ડાલામાથા સાવજો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે દર વર્ષે ચોમાસામાં 16 જૂનથી 15ઓક્ટોબર સુધી ચાર મહિના સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રહે છે. જો કે ચાલુ વર્ષે રાષ્ટ્રપતિની મુલાકાત અને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા પહેલાં જ જંગલ સફારી શરૂ કરવામાં આવશે.ચોમાસામાં વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ અને જંગલના રસ્તા પર જઈ શકાય તેમ ન હોવાથી પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહે છે.મહત્વપૂર્ણ બાબત છે કે આગામી 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને વનતંત્રે સાત દિવસ અગાઉ ગીર જંગલ સફારીને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
