નવસારીના અમલસાડ ગામમાં વરરાજાની જાનની વિઘ્ન

Featured Video Play Icon
Spread the love

નવસારીના અમલસાડ ગામમાં વરરાજાની જાનની વિઘ્ન
વરરાજાની જાન ઘરે પહોંચવાને બદલે હોસ્પિટલ પહોંચી
ધીનો હલવો ખાધા બાદ આશરે 150 થી વધુ લોકોની તબિયત લથડી

નવસારીના અમલસાડ ગામમાં વરરાજાની જાન ઘરે પહોંચવાને બદલે હોસ્પિટલ પહોંચી

નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં લગ્ન પ્રસંગ બાદ મોટું ફૂડ પોઇઝનિંગ સામે આવ્યું છે.લગ્નમાં 1200 થી વધુ લોકોએ જમણ લીધા બાદ અચાનક લોકોને ઊલટી, પેટદર્દ અને ચક્કર જેવી તકલીફો શરૂ થઈ. દૂધીનો હલવો ખાધા બાદ આશરે 150થી વધુ લોકોની તબિયત લથડતા 155 જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલ 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું અને મેડિકલ ટીમે સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી.ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ મુજબ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *