કુખ્યાત સુરતના ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો બીલીમોરા
માર ખાનાર પાર્થ મિયાણીએ નોંધાવી પોલીસ ફરિયાદ
ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી
કુખ્યાત સુરતના ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો બીલીમોરા પોલીસ સ્ટેશને વાયરલ વિડિઓમાં ઢોર માર ખાનાર ભોગ બનેલ ઈસમે નોંધાવી ફરિયાદ
કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો પહોંચ્યો છે. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માર મારવાની ઘટના બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી અહીં ગુનો નોંધાયો છે.
પાર્થ મિયાણી ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો. તેણે ખુલાસો કર્યો છે કે ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી. બીલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, ચિરાગ ગોટી સામે અપહરણ, ખંડણી, ગેરકાયદે અટકાયત અને ગુનાહિત કાવતરા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ તેની સામે વધુ તપાસ કરી રહી છે.
