સુરતમાં ગાંજાની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ
26 કિલો ગાંજા સાથે 2 આરોપી ઝડપાયા,
ટ્રેન મારફતે ઓરિસ્સાથી આવતો લાખોનો જથ્થો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જથ્થા એકને ઝડપી પાડ્યો હતો. તો આરોપી ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હોવાનુ સામે આવ્યુ છે.
સુરતની અમરોલી પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે અમરોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઓરિસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો. અમરોલી હાઉસિંગ વિસ્તાર માંથી 26 કિલો ગાંજાના જથ્થા સાથે બિરેન્દ્ર ગુપ્તાને પોલીસે ઝડપ્યો હતો તો આ જથ્થો તે ઓરિસ્સાથી સનાતન પ્રધાન પાસેથી લઈ ટ્રેનમાં સુરત આવ્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે ગાંજો, મોબાઈલ, રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
