સુરત: ઘારીના કરોડોના વેચાણ પર ફૂડ વિભાગની ચાંપતી નજર
ચંદી પડવા પહેલા ઘારીના 15 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા,
ભેળસેળ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે
ચંદની પડવાએ કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જતા હોય છે ત્યારે ચંદની પડવા સમયે કોઈ ભેળસેળ યુક્ત મટીરીયલ તો ઉપયોગમાં લેવાતો નથીને તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાયા હતાં.
સુરતનો ફૂડ વિભાગ ચાંદની પડવા પહેલા એક્શનમાં આવી ગયો છે. ચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભુસુ વધારે ખાવાનું પસંદ કરે છે. ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયો છે. કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે. જેને લઈ ફૂડ વિભાગની 11 ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી. અને દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલોને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે અને જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.
