કાપોદ્રા પોલીસે કરાર વગર ભાડે મિલ્કતોની તપાસ ઝુંબેશ હાથ ધરી
ભાડુઆતોને કરાર વગર મિલ્કતો ભાડે આપનારાઓમાં ફફડાટ
21 મિલ્કત માલિકો સામે કાર્યવાહી હાથ ધરી
સુરતની કાપોદ્રા પોલીસે કરાર વગર ભાડે મિલ્કતો આપનારાઓ સામે ઝુંબેશ હાથ ધરી 21 મિલ્કત માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતોવખત અસામાજિક તત્વોને લઈ માહિતીઓ અપાતી હોય જો કે તેમ છતે કેટલાક મકાન માલિકો, દુકાન માલિકો, ઓફિસ, ઔદ્યોગિક એકમો ભાડા કાર વગર ભાડે આપતા માલિકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરે છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસની ટીમે પી.આઈ. એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ કરી હતી. અને 100 જેટલા મિલ્કત માલિકો વિરૂદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કાર્યવાહી કરાતા ભાડુઆતોને કરાર વગર મિલ્કતો ભાડે આપનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
