ભાવનગર નિર્ભય સોસાયટીમાં કાર અડફેટે દંપતી ઇજાગ્રસ્ત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર નિર્ભય સોસાયટીમાં કાર અડફેટે દંપતી ઇજાગ્રસ્ત
અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ કાર ચાલક
કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઇ

ભાવનગર શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેતો યુવાન તેની પત્નીને બાઈક પર બેસાડી હોસ્પિટલથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે નિર્ભયસોસાયટીમાં એક કાર ચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્નીને નાની મોટી ઇજા સાથે સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવના કાંઠે મફતનગર માં રહેતો અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતો અશોક મનજીભાઈ ડાબસરા તથા તેની પત્ની સોનલ ને બાઈક પર બેસાડી હોસ્પિટલથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે નિર્ભય સોસાયટીમાં ચાર રસ્તા પાસે પૂર ઝડપે આવેલ કાર ચાલકે પોતાની કાર બાઈક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અશોક તથા તેની પત્ની સોનલને નાની મોટી ગંભીર ઇજા સાથે સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ કારચાલક વિરુદ્ધ બાઈક ચાલક અશોક એ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *