માંડવી ધોબણી નાકે રૂપિયા ભરેલી થેલી ખોવાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવી ધોબણી નાકે રૂપિયા ભરેલી થેલી ખોવાઈ
વૃદ્ધ કાકા રમેશભાઈ ચૌધરીને મળતા
૮૫ હજારની થેલી પોલીસને સોંપી માનવતા મહેકાવી

માંડવીના ધોબણી નાકા પાસે આવેલી ગાયત્રી ફરસાણમાં નાસ્તો કરવા ગયેલા વ્યારાના અથાણાના વેપારી જયકુમાર પ્રેમચંદ સિંધીએ પોતાની રોકડ રકમ ભરેલી થેલી ગુમાવી દીધી હતી. થેલીમાં આશરે ૮૫,૦૦૦ રોકડા હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે વેપારીએ માંડવી પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા ધોબણી નાકા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પીપલવાડા ગામના 90 વર્ષીય રમેશભાઈ સુકાભાઈ ચૌધરીને માંડવી દવાખાનેથી ઘરે પરત ફરતા સમયે રસ્તામાં રૂપિયા ભરેલી થેલી મળી આવી હતી. રમેશભાઈએ ઘરે જઈ થેલી તપાસ્યા બાદ પોતાના પુત્ર સાથે માંડવી પોલીસ સ્ટેશન પહોંચી ૮૫ હજારની રોકડ ભરેલી થેલી પોલીસને સોંપી હતી. પોલીસે આ રકમ મૂળ માલિક વેપારી જયકુમાર સિંધિને પરત સોંપી હતી.રમેશભાઈ ચૌધરીની પ્રામાણિકતા અને ઈમાનદારીની પ્રશંસા થઈ રહી છે. આજે પણ માનવતા જીવીત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *