સુરતમાં બ્રેઈન ડેડ યુવકનું અંગદાન
પરિવારે બે કિડની લિવરનું અંગદાન કરી 3 લોકોને નવું જીવન આપ્યું
સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા 25મુ અંગદાન કરવામાં આવ્યું
સુરત શહેર ઓર્ગન સીટી તરીકે વિશ્વ વિખયાત બની રહી છે ત્યારે સુરતમાં 30 વર્ષીય યુવાન બ્રેઈનડેડ જાહેર થતા તેના અંગોનુ દાન કરવામાં આવ્યુ હતું.
ઓર્ગન સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યુ છે. સુરતમાં રહેતા 30 વર્ષિય યુવાન ધર્મેન્દ્ર નિશાદ ઘરે દાદર ચઢતી વખતે પડી ગયો હતો જેથી તેને માથામાં ગંભીર ઈજાઓ થતા બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો. તો સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન વિશે સમજ આપતા પરિવારે યુવાનના અંગોનુ દાન કરવાનું વિચાર્યુ હતું. અને નિષાદના પરિવારે બે કિડની લિવરનું અંગદાન કરી ત્રણ લોકોને નવું જીવન આપ્યું છે. તો સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા 25મુ અંગદાન કરવામાં આવ્યું હતું.
