રાજકોટ ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજા સામે ફરિયાદ.
મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપતા ફરિયાદ.
શહેરના અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા આપી ધમકી.
પી.ટી.જાડેજાએ ધમકી આપી બેનરો તોડ્યાનો આરોપ.
રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો છે. જેમાં આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ છે.
રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાના સમગ્ર મામલે પી.ટી. જાડેજાથી ત્રસ્ત સુરેશ પરમારે પોલીસને જાણ કરી હતી. આ અંગે રાજકોટ પશ્વિમ ઝોનના DCP જગદિશ બાંગરવાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે પોલીસે સુરેશ પરમારની ફરિયાદના આધારે પી.ટી. જાડેજા વિરુદ્ધ IPC ની કલમ 384, 504, 506 તથા મની લેન્ડીંગ એક્ટ કલમ 40, 42 અંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે પી.ટી. જાડેજા પાસે નાણા ધીરનાર અંગેનું કોઇ લાયસન્સ નથી, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં અક્ષિતસિંહે જણાવ્યું છે કે મારા પિતા 2004 થી આ મંદિરના ટ્રસ્ટી છે. અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી. તથા મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે.
એક કારખાનેદારે પી.ટી. જાડેજા પાસેથી રૂપિયા 60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂપિયા 70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી