રાજકોટમાં જેતપુર નેશનલ હાઈ-વેની ધીમી કામગીરીને કોંગ્રેસનો લઈને વિરોધ

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં જેતપુર નેશનલ હાઈ-વેની ધીમી કામગીરીને કોંગ્રેસનો લઈને વિરોધ
નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી
સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપતા કોંગ્રેસ દ્વારા વિરોધ

રાજકોટ જેતપુર નેશનલ હાઇ-વે પર ચાલી રહેલા સિક્સ લેન હાઇ-વેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જનહિત હાઇવે હક્ક આંદોલનને રચનાત્મક રીતે કાર્યક્રમો આપી હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે

રાજકોટ જેતપુર નેશનલ હાઇ-વે પર ચાલી રહેલા સિક્સ લેન હાઇ-વેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે હાઇવે પર સમસ્યાથી પીડિત વાહનચાલકો, હાઇવે પરના અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક, તસવીરો, વીડિયો અને દુઃખદ અનુભવ શેર કરી શકે અને આ આંદોલનમા જોડાઈ શકે તે માટે ખાસ એક હેલ્પલાઇન નંબર 70168,37652 શરૂ કરવામા આવ્યો છે. હાઇ-વેના નિર્માણ દરમિયાન હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રોજબરોજ લાંબા સમય સુધી ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, જેનાથી એમ્બ્યુલન્સ પણ સમયસર હૉસ્પિટલ પહોંચી શકતી નથી અને દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ સાથે જ અકસ્માતોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. વૈકલ્પિક માર્ગો પણ કાદવ, પાણી ભરાવું અને ખાડાઓથી ભરેલા હોવાથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે કોંગ્રેસે આજે ઉગ્ર વિરોધ કર્યો છે અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે માહિતી આપી છે

આ ગંભીર સમસ્યાઓ અંગે કોંગ્રેસ પક્ષ તરફથી નેશનલ હાઇ-વે ઓથોરિટી (NHAI), કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય આગેવાનોથી બનેલું એક ડેલિગેશન તમામ સંબંધિત વિભાગોને એકત્ર કરી મીટિંગ યોજવા રજૂઆત કરશે, જેથી તાત્કાલિક અને અસરકારક નિવારણ શક્ય બને. જો તંત્ર સકાત્મારક વલણ નહીં દાખવે તો કલેક્ટર ઓફિસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ પણ જરૂર પડયે કરીશું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *