સુરતમાં આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટો સિલ કરાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટો સિલ કરાયા
બિલ્ડિંગ સીલિંગને લઇ થાનિકોએ વિરોધ કર્યો
અધિકારીઓ ચુસ્ત બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા હતાં

સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ  ખાતે આવેલ આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરિત થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડીંગને સીલ કરવાની કામગીરી કરાઈ હતી. જો કે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

સુરત મનપામાં દ્વારા કતારગામ ખાતે જર્જરીત બિલ્ડીંગની સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતના કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટોને સિલ કરવા કતારગામ ઝોનના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવા પહોંચ્યા હતાં. તો તે સમયે રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને કહ્યુ હતુ કે અગાઉ પણ આ બિલ્ડિંગમાં સીલિંગ કરવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટ માં પહોંચ્યો હતો. રહીશો દ્વારા બિલ્ડીંગનું રીપેરીંગ કરી સ્ટ્રક્ચર સ્ટેબીલીટી રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં ફરી એકવાર સીલિંગ કરવા પહોંચતા વિરોધ કરાયો હતો. અને જો કે મનપાના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 80 જેટલા ફ્લેટ ને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *