બગસરા : સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું
બિલ્ડીંગનું લોકાર્પણ કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયાના હસ્તે કરવામાં આવ્યું
લોકાર્પણમાં બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા.
બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું
સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં આવ્યું..સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી બગસરા અલગ અલગ શહેરમાં નવ શાખાઓ ધરાવે છે..બગસરા શહેરમાં અતિ અધ્યતન નવું બિલ્ડીંગ તૈયાર થતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે ખુલ્લું મુકાયું. નવા બિલ્ડીંગના લોકાર્પણ સાથે 15 મી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરાયું..સાધારણ બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા..મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા .
