બગસરામાં રામદેવપીર મંદિર ખાતે શિબિર સેમીનારનું આયોજન કરાયું
આનંદ પૂર્વક જીવન જીવવા ઈચ્છો તે અંતર્ગત માર્ગદર્શન અપાયું
બગસરા શહેરમાં રામદેવપીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા જીવન વિધા પરીચય શિબિર સેમીનારનું આયોજન કરાયું શું આપ સુખ શાંતિ અને આનંદ પૂર્વક જીવન જીવવા ઈચ્છો તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું..
અમરેલીના બગસરા શહેરમાં રામદેવપીર મંદિર ખાતે સિનિયર સિટીઝન પરિવાર દ્વારા આજના હાઈફાઈ જીવન વચ્ચે જીવન વિધા શિબિરનું આયોજન કરવામાં આવ્યું લોકોને જીવન વિધા શિબિર વિશેનું પ્રાથમિક માર્ગદર્શન મળે, તેવા શુભ આશયથી સીનીયર સીટીઝન પરીવાર અને સાથી સંસ્થાઓ દ્વારા એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે શિબિરમાં ગુજરાત ના જાણીતા શિબિર સંયોજક શ્રી યોગીતા બેન રાજકોટ દ્વારા સૌને શિબીર નો હેતુ, કાર્યપદ્ધતિ અને તેના ફાયદા વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું પ્રાકૃતિક કૃષિ અભિયાન ના પ્રણેતા શ્રી પ્રફુલભાઈ સેજળિયા ના સાનિધ્ય માં આયોજિત આ અમૂલ્ય શિબિરનો લાભ લેવા સૌવ પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા
