મેઘરજમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
51 વર્ષીય આધેડે એકલતાનો લાભ લઈ ઘરે રમવા આવતી માસૂમને વારંવાર પીંખી
3 માસનો ગર્ભ રહેતાં ભાંડો ફૂંટ્યો
અરવલ્લી મેઘરજ : 13 વર્ષીય બાળકીને ગર્ભવતી બનાવનાર 51 વર્ષીય હવસખોર આરોપી ઝડપાયો, પોલીસની સહનીય કામગીરી
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બનેલી ચકચારી ઘટનામાં 13 વર્ષીય બાળકી સાથે બનેલ ઘટના ને લઈ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પોસ્કો તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચારી ઘટના ને લઈ ઈસરી પોલીસ તંત્ર પણ એલર્ટ થતા તત્કાલિક ધોરણે ઈસરી પોલીસ સ્ટાફ અને પી.આઇ જી કે વહુનીયા એ તત્કાલિક ધોરણે હવસખોર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને માત્ર 24 કલાકની અંદર હવસખોર આરોપીને ઝડપી પાડી અટક કરવામાં આવ્યો છે અને વધુ પુછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે
મેઘરજ તાલુકાની ચકચારી ઘટના ને લઈ 13 વર્ષીય બાળકી સાથે 51 વર્ષીય આડેધે જે કૃત્ય કર્યું છે જેને લઇ અરવલ્લી જિલ્લામાં પગ કંપી ઉઠે તેવી ઘટના સામે આવતા આરોપી હવસખોર નરાધમને કડક સજા મળે તે લોકો ઇચ્છી રહયા છે . હાલ તો ઈસરી પોલીસે હવસખોર આડેધને ઝડપી પાડી અટક કરી તપાસ હાથ ધરી છે વધુમાં પોલીસે આરોપીના મેડિકલ ચેકઅપ સહિત અનેક તપાસ હાથ ધરી છે.