કાપોદ્રા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી ઠગાઈ ના ગુનામાં નાસતા ફરતાં હતા
ધ્રુવકુમાર દિનકર ઉર્ફે દિનેશ પંડ્યાની ધરપકડ
કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા લાખો રૂપિયાની ઠગાઈના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા ઠગ આરોપી ને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગત 27 નવેમ્બર 2024 થી 19 જાન્યુઆરી 2025ના સમયગાળા દરમિયાન આરોપી ધૃવકુમાર દિનેશ ઉર્ફે દિનકર પંડ્યા તથા તેની પત્નિ અક્ષિતા અને માતા હંસાબેનએ એ એક બીજા સાથે મળી ફરિયાદીની જાણ બહાર તેમના ભાગીદારીના ધંધામાંથી ઓનલાઈન ગુગલ પે તેમજ પે ટીએમ એપ પરથી નાના વરાછામાં આવેલ અવસર ફેટાવાળાને અલગ અલગ ખાતામાં 17 લાખ 73 હજારથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી નાણાકીય ઉચાપત કરનાર ઠગ એવા ધ્રુવકુમાર દિનકર ઉર્ફે દિનેશ પંડ્યાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.