માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતની ઘટના
ઇસર ગામની સીમમાં ઈકો કારને અકસ્માત નડ્યો
ઈકોકાર ટ્રેલરની પાછળ ભટકાતા ઈકોમાં સવાર બે લોકોનાં મોત
ઈકો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
મૃતક બંને વ્યક્તિઓ ઈસર ગામનાં હોવાનાં પ્રાથિમક વિગત.
સુરતમાં ફરીથી ગંભીર અકસ્માત સર્જાયો છે. ઇકો કારને અકસ્માત નડ્યો છે. ઇકો કારને થયેલા અકસ્માતમાં ગાડીમાં બેઠેલા બેના મોત થયા છે. સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતની આ ઘટના બની છે. ટ્રેલરની પાછળ ઇકો કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત નજરે જોનારાઓનું કહેવું હતું કે આખા અકસ્માતમાં ટ્રેલર ચાલકનો કોઈ વાંક ન હતો, પણ ઇકો કાર એટલી સ્પીડમાં હતી કે કારચાલક યોગ્ય સમયે બ્રેક મારી શક્યો ન હતો. ઇસર ગામની સીમમાં ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ અંગે કહેવાય છે કે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની છે. આ અકસ્માતમાં ઇસર ગામના જ બે યુવાન તુષાર ચૌધરી અને પ્રિયેન ચૌધરીનું મોત થયું હતું. આખી ઇકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ આખી ઘટના રેશ ડ્રાઇવિંગનું હોવાનું કહેવાય છે. ઇકો કારચાલક પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો અને પાછળ બેઠેલાઓને ઇજા થઈ હતી. આ પહેલાં મહિના પહેલાં જ થયેલા એક વિચિત્ર અકસ્માતમાં બે ટ્રક વચ્ચે કાર આવી જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવની વિગત મુજબ સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 ઉપર માંગરોળ પાસે 22 મેની મોડીરાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે ટ્રક વચ્ચે કાર ફસાઈ જતાં સેન્ડવિચ બની ગઈ હતી. એને પગલે કારમાં સવાર એક યુવક કારમાં ફસાઈ ગયો હતો, જેને કારનું પતરું કાપી ભારે જહેમત બાદ બચાવવામાં આવ્યો હતો.