સરોલીની સાલાસર માર્કેટમાં આગથી લાખોનો કાપડનો જથ્થો ખાખ,
ભટારના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ફ્લેટમાં આગથી અફરાતફરી
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે સારોલી વિસ્તારમાં આવેલ સાલાર માર્કેટમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
સુરતમાં ઘણા સમયથી આગના બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર માર્કેટમાં આગ લાગી હતી. માર્કેટની દુકાનમાંથી આગના ધઉમાડા નીકળતા દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બનાવની જાણ થથા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. દુકાનમાં કાચ તોડી કાપડના તાકા બહાર ફેંકાયા હતાં. જો કે આગમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.