ભેંસોની ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ
ટોલનાકાના સીસીટીવીથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી,
ભેંસો કતલખાને લઇ જઈ કાપી નાખ્યાની આરોપીઓની કબૂલાત
સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા એટલે કે શુક્રવારે સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ ભેંસોની ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
બકરીઈદના તહેવાર પહેલા જ ચોરેલી ભેંસોનું કતલ કરનાર ત્રિપુટીને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી છે. આ ત્રિપુટીએ 15 દિવસ પહેલા જ સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ચરવા ગયેલી ત્રણ ગાયની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકના કુલદિપસિંહ ગોહિલ અને તેમનો સ્ટાક પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓએ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ વાનમાં ભેંસોને લઈ જવામાં આવી રહી છે. બાતમીને આધારે સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી પોલીસના સ્ટાફે બોલેરો પીકઅપને પકડી પાડી હતી. આ વાનમાં સવાર રફીક સુપડુ રશીદ કુરેશી, ઈમરાન ઇસ્માઈલ કુરેશી તેમજ મોહંમદ હુજેફા જુબેર શેખને પકડી પાડયા હતા, પોલીસે તેઓની કડક પુછપરછ કરતા આ ત્રિપુરીએ કબુલાત કરી હતી કે 15 દિવસ પહેલા જ સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ત્રણ ભેંસોની ચોરી કરી હતી અને બકરાઈદના દિવસ પહેલા જ તેનું કતલ પણ કર્યું હતું.