સુરતના સેલુટ ગામ ખાતે હર્ષ સંઘવીની મુલાકાત
ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદમાં નુકશાની
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેડુતોની મુલાકાતે
સુરતના સેલુટ ગામ ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદમાં થયેલી નુકશાની અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેડુતોની મુલાકાતે પહોંચ્યા હતાં.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાતે પહોંચ્યા હતાં. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયુ હોય જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી હર્ષ સંઘવીએ પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરી હતી. સુરતના સેલુટ ગામે હર્ષ સંઘવીએ ખેતરોની મુલાકાત લીધી હતી. તો સાથે હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત ખેડૂતો સંવાદ કર્યો હતો. ખેડૂતોને પાક અંગે થયેલ આર્થિક નુકશાન બાબતે માહિતી મેળવી હતી. તો આ સમયે નાયબ કલેક્ટર, ખેતીવાડી વિભાગના અધિકારી, સ્થાનિક પ્રતિનિધિ અને તલાટી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
