સુરતના દરિયા કિનારા પર સફાઈ અભિયાનનુ આયોજન
પોલીસ દ્વારા સુવાલી બીચ દરિયા કિનારે સફાઈ અભિયાન
પોલીસ કમિશનર, ધારાસભ્ય સહિતનાઓ હાજર રહ્યા
સુરતના દરિયા કિનારા પર સફાઈ અભિયાનનુ આયોજન કરાયુ હતું. સુરત પોલીસ દ્વારા સુવાલી બીચ દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયો હતો જેમાં પોલીસ કમિશનર, ધારાસભ્ય સહિતનાઓ હાજર રહ્યા હતાં.
સુરતના સુવાલી બીચ દરિયા કિનારા ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સસંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કે.એન. ડામોર ની પ્રેરણાથી નાયબ પોલીસ કમિશનર ઝોન સાત શૈફાલી બરવાલ દ્વારા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દરિયા કિનારે સાફ સફાઈ અભિયાનનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત સ્થાનિકો સફાઈ ઝુંબેશમાં જોડાયા હતાં.
