સોનગઢ પાલિકામાં ભ્રષ્ટાચારનો ગંધ,કરોડો રૂપિયાના કામ ફક્ત કાગળ પર
સોનગઢ નગરપાલિકા દ્વારા વિકાસ કામોની ફાળવણીમાં વોર્ડ નંબર છમાં ભેદભાવની નીતિ
પૂરતા પ્રમાણમાં વિકાસ કામો કરવામાં આવ્યા નથી અને વોર્ડ વિકાસ કામોથી વંચિત
કામ બાબતે તેમજ ફરિયાદ સાંભળનાર જ કોઈ ન હોય એવી સ્થિતિ
સોનગઢ નગરપાલિકા દ્વારા વિપક્ષ ને કરોડો રૂપિયા ના વિકાસના નામે કરવામાં આવેલ ખર્ચો નો હિસાબ તેમજ ઠરાવની નકલ આપવામાં નહીં આવતા બાનું બેન પઠાણ તેમજ નાસિર બસીરભાઈ શેખ દ્વારા પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરવામાં આવી અને કાયમી ચીફ ઓફિસર નિમણૂક કરવા માગ કરાઈ
બાનુબેન શાબાશખાન પઠાણ ને ચેનલ વતી પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે સોનગઢ પાલિકા વોર્ડ નંબર 6 માંથી સતત બે ટર્મ થી મારા મત વિસ્તાર માંથી ચૂંટાયેલ પાલિકા સભ્ય છું.સોનગઢ નગરપાલિકા માં હું અને મારા સાથી પાલિકા સભ્ય નાસિર બસીર શેખ વિરોધ પક્ષના સભ્ય તરીકે કાયદેસરની ફરજ બજાવી રહ્યાં છે.તાપી જિલ્લામાં આવેલ સોનગઢ નગરપાલિકા દ્વારા નગર વિકાસ ના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જો કે વિકાસ કામોની ફાળવણી બાબતે મારા વોર્ડ નંબર છ માં ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે.છેલ્લાં 10 વર્ષ થી અમારા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વિકાસ કામો કરવામાં આવ્યા નથી અને વોર્ડ વિકાસ કામોથી વંચિત રહેવા પામ્યો છે એ હકીકત છે.પાલિકા શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે વહીવટ અને ગેર વહીવટના બિલો પાસ કરી લેવામાં આવે છે એવું મને લાગે છે.ત્યારે સોનગઢ પાલિકા સભ્ય તરીકે નગરપાલિકા ની આવક અને જાવક પર પૂરતું ધ્યાન રાખવાનું એ મારી ફરજમાં આવે છે. વધુમાં હાલમાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસરના ભરોસે ચલાવવામાં આવતી હોવાથી લોકોના કામ બાબતે તેમજ ફરિયાદ સાંભળનાર જ કોઈ ન હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. સોનગઢ નગરપાલિકા દ્વારા કેટલાક કામોમાં મનસ્વી પદ્ધતિ અજમાવા આવતી હોય છે તેમજ કેટલાક બિન જરૂરી કામો ના ઠરાવ કરવામાં આવતાં હોવાની શક્યતા છે. પાલિકા બાંધકામ,આરોગ્ય અને પાણી પૂરવઠા સહિત વિવિધ વિભાગમાં કામ કરનાર એજન્સી દ્વારા ગત વર્ષ 2024-25 માં કરોડો રૂપિયા ના ખર્ચા મૂકવામાં આવ્યા છે અને તે પાસ પણ કરી દેવામાં આવ્યાં છે. હાલ વર્ષ 2025-26 માં આવા કોઈ ખોટા કામો કામ કરનાર શંકાસ્પદ એજન્સી દ્વારા કરવામાં ન આવે તે માટે અમો દ્વારા અવારનવાર વિકાસકામ બાબતની લેખિત ફરિયાદ કરી છે અને તેની માહિતી માંગી છે આમ છતાં હજી સુધી લેખિતમાં અરજી કરી પાલિકા પાસે વિગત માંગી હતી જે મને આપવામાં આવી નથી..
