પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથ ‘સોનાની હાટડી’નું વિમોચન

Featured Video Play Icon
Spread the love

પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથ ‘સોનાની હાટડી’નું વિમોચન
વિશ્વ ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
પુસ્તકમાં આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો
સમાજના ઈતિહાસ અને વંશપરંપરાને દર્શાવતો એક મહત્વપૂર્ણ ગ્રંથ

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથ ‘સોનાની હાટડી’નું વિમોચન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં પાટડી દરબાર કરણી સિંહજી, મફતભાઈ પટેલ, ડી પી દેસાઈ, એન. કે. પટેલ, આર. પી. પટેલ, ડો. રાજેશ દેસાઈ અને પ્રહલાદ પટેલ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન કર્યુ છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સમગ્ર ગુજરાતને વિકસિત બનાવવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે. સાથે રહીએ તો ફાયદો થાય. પાટડી દરબારો સંગઠિત થાય તો સમાજ જીવનને ચોક્કસ ફાયદો થશે. આપણને વિઝનરી નેતૃત્વ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સહકાર ક્ષેત્રે જબરદસ્ત કામ કરવામાં આવી રહ્યું છે. આપણે વિરાસત અને વિકાસ બન્ને મજબૂત બનાવવા જોઈએ. પાણી જ આપણું જીવન છે. ગ્લોબલ વોર્મિંગ સહિતના મુદામાંથી બહાર આવવા ગ્રીન કવર બનાવવું જરૂરી છે. એક પેડ મા કે નામ અંતર્ગત આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ.

વિશ્વ ઉમિયાધામ ખાતે પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયું છે. આ પુસ્તકમાં આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજના ઈતિહાસ અને વંશપરંપરાને દર્શાવતો આ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *