જસદણના ખાંડા હડમતીયામાં સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન રદ

Featured Video Play Icon
Spread the love

જસદણના ખાંડા હડમતીયામાં સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન રદ
પોલીસની મંજૂરી નહી મળતા સંમેલન રદ
સમાજના આગેવાને વીડિયો જાહેર કરી ઠાલવ્યો આક્રોશ

અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલન ખાંડા-હડમતિયા ગામે સાંજે 4:00 કલાકે યોજાવાનું હતું જે પોલીસની મંજૂરી ન મળતા રદ થયું છે

મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતભરના કોળી સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજના હાજરી આપવાના હતા જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર એકજૂટતા સાથે ચર્ચા કરવાની હતી, સંમેલનમાં કોળી ઠાકોર સમાજ પર થયેલા ખોટા પોલીસ કેસ પાછા ખેંચવા, કોળી ઠાકોર સમાજ નિગમમાં 2,000 કરોડનું બજેટ ફાળવવા, લોન પ્રક્રિયામાં બોજા પદ્ધતિ નાબૂદ કરવા તેમજ સમાજમાં વ્યાપક અંધશ્રદ્ધા અને અપ્રચલિત રિવાજો દૂર કરવા જેવી મહત્વપૂર્ણ માંગણીઓ ઉઠાવવાની હતી અને આ મહાસંમેલનને લઈને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે જસદણના ખાંડા હડમતીયામાં સમસ્ત ઠાકોર કોળી સમાજનું મહાસંમેલન રદ થયું છે જેને લઇ આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે

આ મહાસંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ સમાજના ઉત્થાન માટેના ચોક્કસ મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવાનો એક પ્રયાસ છે. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી કોળી-ઠાકોર સમાજના વિવિધ સંગઠનો, ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ અને સામાજિક આગેવાનો એક મંચ પર એકત્રિત થવાના હતા. સમાજની એકતા દર્શાવવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આ સંમેલન અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *