સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની નવી તરકીબ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની નવી તરકીબ
રીક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ચોરી
ચોરી કરતી ટોળકી સામે પોલીસને મોટી સફળતા મળી

સુરત શહેરમાં ફરી એકવાર ચોરીની નવી તરકીબનો પર્દાફાશ થયો છે. પાંડેસરા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ટોળકી સામે પોલીસને મોટી સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, આ ટોળકી ખૂબ ચાલાકીથી પેસેન્જરને નિશાન બનાવતી હતી. રીક્ષામાં બેસાડ્યા બાદ ‘બરાબર બેસાતું નથી’ એવું કહી પેસેન્જરને આગળ-પાછળ ખસેડીને ગભરાવી દેતા અને આ દરમિયાન ખિસ્સામાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરી લેતા. પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી આ ગેંગ સુધી પહોંચીને બે આરોપીઓને ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સોએબ મહેમુદખાન પઠાન, જે રીક્ષા ચાલક છે અને અલ્તાફ રઉફ શેખનો સમાવેશ થાય છે. બંને સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 98 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 48 હજાર રૂપિયા રોકડ, એક વિવો કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી બજાજ કંપનીની ઓટો રીક્ષા સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *