અમરેલીમાં દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી
જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી,
હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જાફરાબાદના દરિયાઈ સીમામાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી. બંદરથી 22 નોટિકલ માઈલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી. હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે. સ્થાનિક માછીમારોએ આ બોટને જોતાં તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોટ ઝડપથી ભાગી રહી છે. માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતાં તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કરે છે, ત્યારે બોટ ભાગી રહી છે. આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતાં તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીના જણાવ્યા મુજબ, બોટમાં કેટલાક લોકો છે. માછીમારો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોટ કોઈ જગ્યાએ રોકાતી નથી. સ્થાનિક માછીમારો કોસ્ટગાર્ડને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. નેવી અને કોસ્ટગાર્ડની ટીમો સતર્ક બની તપાસ કરી રહી છે.

જાફરાબાદના દરિયા કાંઠે શંકાસ્પદ બોટની ઘટનાને પગલે ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદરે પહોંચ્યા હતા. વાયરલેસ મારફતે મધ દરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી. અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી. પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *