PMના જીવનનનાં પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરાશે
મોદીના જીવન પર આધારિત દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ
કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ
ખ્યાતનામ કલાકારો, નૃત્યકારો, નાટ્યકારો અને સંગીતકારો રહેશે ઉપસ્થિત
આગામી તા.07-09-2025નાં રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજીત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મૌદીજીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ “નમોત્સવ” યોજાવા જઇ રહ્યો છે
વડાપ્રધાનના જીવનનનાં વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે. પ્રસિધ્ધ હાસ્યકલાકાર સાંઈરામ દવે સાથે આશરે દોઢસો જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમની એક્ઝિબિશન અને કન્વેશન સેન્ટર, સરસાણા ખાતે પ્રસ્તુતિ કરાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિધ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનનનાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.મુંબઈના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદુરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજુ થશે. મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ ‘કલારીપયાટુ’નાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજુ કરશે. ભવ્યાતિભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનીક્સથી સજ્જ ‘નમોત્સવ’ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.આ સમગ્ર કાર્યક્રમ લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા માત્ર નિમંત્રીતો માટે આયોજીત કરવામાં આવ્યો છે. પાસ માટે નીચેના સ્થળો પર સંપર્ક કરી શકો છો.
