સુરત શહેરની સુરક્ષામાં વધારો
સુરત શહેરમાં 52 જનરક્ષક બોલેરો ગાડી ભેટ
સુરત શહેરની સુરક્ષામાં વધારો થયો હોય તેમ ગૃહરાજ્યમંત્રીના હસ્તે સુરતને નવી 52 નવી જનરક્ષક બોલેરો ગાડીઓની ભેટ મળી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલી 22 નવી જનરક્ષક બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી 52 બોલેરો ગાડીઓનું પોલીસ હેડ ક્વાર્ટર બિલ્ડીંગ ખાતેથી ફ્લેગ ઓફ કરાયુ હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર સહિતનાઓની હાજરીમાં આ નવી જનરક્ષક બોલેરોને ફ્લેગ ઓફ કર્યુ હતું.
