સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ વિરોધ
જિલ્લા કલેકટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર અપાયો
કોર્પોરેટ તથા મોટા પુંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધ કર્યો

દેશભરમાં આજે એટલે કે નવમી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળ પડાઈ છે જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ વિરોધ કર્યા બાદ સુરત જિલ્લા કલેકટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર અપાયો હતો.

સુરત સહિત દેશભરમાં આજે એટલે કે નવમી જુલાઈના રોજ ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ પડાઈ છે. જેને લઈ સુરતમાં ટ્રેડ યુનિયન કાઉન્સીલના નેજા હેઠળ દેખાવો કરાયા હતા. કોર્પોરેટ તથા મોટા પુંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધ કર્યો હતો. તથા કામદારો, કિસાનોના પડતર પ્રશ્નોની રજુઆત કરી હતી. કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજયની ભાજપા સરકાર જનતા અને કામદારો, ખેડૂતોની માંગણીઓનો નિકાલ કરે તે માટે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઈન્ટુક, આઈટુક, સીટુ, હિન્દ મજદુર, ટીયુસીસી, એઆઈયુટીયુસી, સેવા, એલપીએફ, યુટીયુસી, એઆઈસીસીટીયુ તથા બેન્ક, એલઆઈસી દ્વારા રાષ્ટ્રવ્યાપી ટેડ યુનિયન હડતાળની ઘોષણા કરી હતી જેને લઈ સુરતમાં પણ વિરોધ કરાયો હતો. અને સુત્રોચ્ચાર કર્યા બાદ સુરત જીલ્લાના કલેકટર થકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર અપાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *