સુરતમાં ઉધના ખરવર નગર પાસે ટેમ્પામાં આગ
કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગતા ભાગદોડ મચી
ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો
સુરતમાં ઉધના ખરવર નગર પાસેથી કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી તો બનાવની જાણ થતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતમાં ચોમાસા વચ્ચે આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતમાં કાપડનો જથ્થો લઈ જઈ રહેલા ટેમ્પામાં આગ લાગી હતી. સુરતના ઉધના ખરવર નગર પાસે આવેલ ઓવર બ્રિજ પરથી પસાર થતા ટેમ્પામાં લાગેલી આગ અંગે ફાયર કન્ટ્રોલને જાણ થતા તાત્કાલિક માન દરવાજા ફાયર સ્ટેશનની બે ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પામાં લાગેલી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનુ કહેવાય છે. જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં નુકશાન થયુ હોવાનુ ફાયરે ઓફીસરે જણાવ્યુ હતું.
