સુરતમાં ગણેશોત્સવ દરમિયાન બે બાળકો વિખુટા પડ્યા
માતા-પિતાથી વિખુટા પડેલા બાળકોનું એસઓજીની ટીમે ફરી મિલન કરાવ્યુ
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન માતા-પિતાએ વિખુટા પડેલા બે બાળકોનું સુરત એસઓજીની ટીમે ફરી મિલન કરાવ્યુ હતું.
સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા સુરત શહેરમાં ગણેશ વિસર્જનના તહેવાર દરમીયાન સુરત શહેરના લોકોને મુશ્કેલીના પડે અને કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા આપેલી સુચનાને લઈ એસઓજીના નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોકબજાર પર આવેલ હોપપુલ પાસે બે નાના બાળકોને રડતા દેખાયા હતાં. જેમાં એક ચાર વર્ષનો અને એક ત્રણ વર્ષના હતા તો તુરંત જ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા તેઓ પાસે જઈને બાળકોના વાલી વારસને શોધી કાઢવા મહેનત કરી ગણતરીના સમયમાં બાળકોનુ તેમના પરિવાર સાથે મિલન કરાવાયુ હતું.
