દાહોદમાં 10 દિવસના આતિથ્ય બાદ બાપ્પાનું વાજતે ગાજતે વિસર્જન
કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન કામગીરી આરંભ
દાહોદ જિલ્લામાં દસ દિવસના આતિથ્ય માણ્યા બાદ બાપ્પાને વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આવ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત 27 અગસ્ત ભાદરવા સુદ ચોથથી શરૂ થયેલ ગણેશ ઉત્સવની ખૂબ આસ્થાપૂર્વક ધામધૂમથી ચાલી રહેલી ઉજવણી પૂર્ણ થઈ છે અને અનંત ચતુરદસીના દિવસે બપોર બાદ શહેરના ભવ્ય પંડાલોમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાનો પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન કામગીરી આરંભ થઈ હતી. જેમાં દાહોદ શહેરમાં 200 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનો વિસર્જન ગોધરા રોડ ખાતે આવેલ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યો હતો. દાહોદ શહેર જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિ રીતે સંપન્ન થાય તે માટે વિસર્જન યાત્રાના રોડ પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ડીવાયએસપી સહિત પી.આઈ અને પીએસઆઇ, 400 જેટલા પોલીસ જવાનો, ટીઆરબીના જવાનો, મહિલા પોલીસ તેમજ હોમગાર્ડ તથા જીઆરડી જવાનો મળી 500 થી વધુ પોલીસ લોખંડી બંદોબસ્તમાં તેનાત રહ્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન કોઈ કાકરી ચાળો ન કરે તે માટે પોલીસ ધાબા પોઇન્ટ અને સીસીટીવી બાજ નજર સાથે જ ડ્રોન કેમેરાનું પણ ઉપયોગ કર્યો હતો અને ગણેશ વિસર્જન યાત્રાનું સીધું મોનિટરિંગ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજન બદ્ધ રીતે સંપન્ન થાય તે માટે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ગોધરા રોડ ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ પર બે તરાપા, 50 જેટલા સ્થાનિક તરવૈયાઓ તેના જ કરવામાં આવ્યા હતા. ગણેશજીની મોટી પ્રતિમાના વિસર્જનમાં તકલીફ ન પડે તે માટે બે ક્રેન પણ ગોઠવવામાં આવી હતી. વિસર્જનની યાત્રામાં શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ગણપતિ બાપ્પા મોરિયા આગલે બરસ તુ જલ્દી આ નાદથી સમગ્ર દાહોદ ગુંજી ઉઠ્યું હતું. શહેરની નાની પ્રતિમાઓ જેમાં ઘરે-ઘરે સ્થાપિત કરેલ પ્રતિમાઓનું વિસર્જન સવારથી જ પ્રારંભ થઈ ગયો હતો ત્યારે મોટા પંડાલો ની પ્રતિમાઓ બપોર બાદ શહેરમાંથી વાસ્તે ગાસ્તે નીકળી હતી દાહોદ શહેરમાં મોડી રાત્રી તેમજ વહેલી સવાર સુધી વિસર્જનની કામગીરી ચાલી હતી.
