સુરતની ઉતરાણ પોલીસે ચોરી કરતી ગેંગ પકડી

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉતરાણ પોલીસે ચોરી કરતી ગેંગ પકડી
રીક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી રોકડા રૂપિયા ચોરી કરતી ગેંગ
ચાર ઇસમોને પાંચ લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા

સુરતની ઉતરાણ પોલીસે ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડી તેની નજર ચૂકવી રોકડા રૂપિયા ચોરી કરતી ગેંગના ચાર ઇસમોને પાંચ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે , ઉતરાણ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદી ભગવાનભાઈ જાસણીયા પોતાની ગામની જમીન વેશી તેના ટોકનના રૂપિયા લઇ સુરત આવતા હતા ત્યારે સુરતના સરથાણા વિસ્તારથી એક ઓટોરિક્ષામાં બેઠા હતા ત્યારે અગાઉથી ઓટોરિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ઈસમોએ આગળ પાછળ બેસવાનું કહી ભગવાનભાઈ ની નજર ચૂકવી થેલામાંથી સાત લાખ 30 હજાર રૂપિયા સેરવી લીધા હતા. આ ઘટનાની જાણ ભગવાન ભાઈને થતા તેઓ તાત્કાલિક ઉતરાણ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસે બાતમીના આધારે મોટા વરાછા ગોપીન ગામ પાસેથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઝાકીર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખ , અસ્પાક ઉર્ફે ચાચું બસીર શાહ , જાકીર ઉર્ફે ભૂખા સૈયદ હુસેન અને નહીમ ઉર્ફે ભૈયા નિશાર સાહને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹3,89 હજાર રિકવર કર્યા છે. જ્યારે એક રીક્ષા અને અન્ય મુદ્દા માલ મળી પાંચ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ઝાકીર ઉર્ફે જમાઈ વિરુદ્ધ સુરતના ગોડાદરા સલાબતપુરા અને ખટોદરા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે અસપાક ઉર્ફે ચાચુ વિરુદ્ધ પુણા ડીંડોલી ઉતરાણ વડોદરા ના મકરપુરા અને વરાછા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે નઇમ ઉર્ફે ભૈયા નિશાર શાહ વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે. હાલ પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *