સુરતના લસકાણામાં સ્વામીનારાયણ મંદિરના સ્વામીનો આપઘાત
સ્વામી પ્રિયદર્શન સ્વામીના આપઘાત મામલે હવે અનેક સવાલો
ધેનના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરતના લસકાણામાં સ્વામીનારાયણ મંદિરના સ્વામી પ્રિયદર્શન સ્વામીના આપઘાત મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરાઈ છે.
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં પ્રિયદર્શન સ્વામીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલાં તેમણે ધેનના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે. સમિતિએ ઘટના સ્થળની સંપૂર્ણ તપાસ, મોબાઈલ કોલ ડિટેઇલ્સ, મેસેજ, સીસીટીવી ફૂટેજ તેમજ સંકળાયેલા તમામ સંતો અને ટ્રસ્ટીઓના નિવેદનો નોંધવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ વ્યક્તિ દ્વારા ત્રાસ, ધમકી, દબાણ કે બ્લેકમેઈલ જેવી બાબતો સામે આવે તો સંબંધિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ, લસકાણા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
