અમરેલીના બાઢડા ગામે નવો બનેલો પુલ ધરાશાયી.

Featured Video Play Icon
Spread the love

અમરેલીના બાઢડા ગામે નવો બનેલો પુલ ધરાશાયી.
લામધાર નદી પર બનેલો પુલ ગણતરીના દિવસોમાં જ બેસી ગયો.
તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા

અમરેલી જિલ્લામાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાવરકુંડલાના બાઢડા ગામમાં માત્ર 10 દિવસ પહેલા જ બનેલો પુલ ધરાશાયી થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના પરા વિસ્તારમાં આવેલી લામધાર નદી પર ગ્રામ પંચાયત હસ્તકનો એક નવો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ સીમતળ અને ગામતળ વચ્ચેના પરા વિસ્તારને જોડવા માટે અત્યંત મહત્વનો હતો. જોકે, કામગીરી પૂર્ણ થયાના માંડ 10 દિવસમાં જ આ પુલ આખે આખો બેસી ગયો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જ્યારે પુલની આસપાસ માટીકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જ પુલ એકાએક ધરાશાયી થઈ ગયો હતો. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે પુલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ સુવિધા લોકાર્પણનાગણતરીના દિવસોમાં જ નકામી બની જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના બાદ સ્થાનિકોએ એક અવાજે માંગ કરી છે કે આ પુલના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માત્ર 10 દિવસમાં પુલનું બેસી જવું એ એન્જિનિયરિંગની ખામી છે કે ભ્રષ્ટાચાર, તે હવે તપાસનો વિષય બન્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *